આ ધરામાં કઈંક છે એવું…..જગ પોથીઓ વાર્તા માંડેસાગર લાંઘી વિશ્વે ખૂલેઆ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવુંદે આવકારો દરિયા જેવોમૂઠી ઊંચેરો ગુર્જરી ભેરુહૈયું વરસે વાદળ જેવુંઆ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવુંરંગોની છાબથી ધરતી ગાતીગઢ તીર્થોને પાળિયે ખ્યાતીખ્વાબ ખમીરે રમતા રહેવુંઆ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવુંસોમ શામળાને માના ખોળાકોયલ મોરને પંખીના ટોળાપ્રભાતે ખીલે મંગલા જેવુંઆ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવુંસંત સાવજનાં પારણાં ઝૂલેખુદને ખીલવે લીલુડાં જેવુંપર કલ્યાણે દીવડા જેવુંઆ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવુંહસ્યા અંગ્રેજ આ છે ગાંધીચપટી મીઠે ઉડાડી આંધીવાહ રે ગાંધી વિશ્વનું કહેવુંઆ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવુંવટ વચનના ગૌરવ સૌરભઅખંડતાનો શિલ્પી વલ્લભશ્વેત ક્રાંતિના મશાલ જેવુંઆ ધરામાં કઈંક છે એવું..કઈંક છે એવુંરમેશ પટેલ(આકાશદીપ)
Loading comments…