120Log inSign up
by Deepak Trivediઅધૂરી દંતકથા
Details

સપનાદેની દંતકથા વત્તા હું કહું તો વડલો

વત્તા હું કહું તો દરિયો વત્તા હું કહું તો


ઝરણવત્ત આંસુને કિચૂડ-કિચૂડ કોશ ઉપાડે

ખમ્મા નાચે કંકુ થાપા ખમ્મા ટપકે લોહીધાર

કે લાગે સવ્વામણનો ભાર.


વડવાયુંમાં અટવાયેલાં ચહેરાઓ અધધધ

રહરહ રૂએ પાદર ઝાંપા ખમ્મા આંખો અનરાધાર

કે લાગે સવ્વામણન ભાર.


સપનાદેની ભીંતકથા વત્તા હું કહું તો તડકો

વત્તા હું કહું પાંદડિયો વત્તા હું કહું તો


ચકડવકળ ડોળાંને ઘૂ-ઘૂ કબૂતરો સંતાડે

હાલકડોલક ધૂળિયા રસ્તા સુ-સુ બોલે ઝંઝાવાત

કે અધ્ધરપધ્ધર લટકે રાત.


અડધા ઠૂંઠા અડધા બૂંઠા ચહેરાઓ ડાળીમાં માથાં

ધડ વિના ચકમક્તા ઉઠે ઊંધાં પગલા સાત

કે ખખડે ચૂડલાં ભડકાંભાત.


સપનાદેની દંતકથા વત્તા હું કહું તો ભડકો

વત્તા હું કહું તો ટેકરિયો ..વત્તા હું કહું તો

Loading comments…