અવિનાશી અજવાળું……નથી અમારું નથી તમારું , આ જગ સૌનું સહિયારુંમારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળુંઋતુ ઋતુના ચક્રે ખીલતું, નિત નવું નજરાણુંસાગર ખોળે ગિરિ શિખરે, ભરજો મધુરું ગાણુંપ્રસન્ન પુષ્પે ઝૂમતાં મનડાં, પહેરી પ્રેમ પટોળુંષટ રસધારાએ આ ધરણી , ધરતી સરખું વાળુંઆ જગ સૌનું સહીયારુંપુનીત પ્રભાતે ઉષા સંગે, દિવ્ય ચેતના ઓઢુંબ્રહ્માંડના મંગલા આશીષે, હરખ સજીને પોઢુંમાનવ જન્મ મોંઘેરો મળીયો, આત્મ ચિંતને માણુંસત્સંગના પાવન પ્રકાશે, અંતર મન અજવાળુંઆ જગ સૌનું સહીયારુંનિર્મળ ભક્તિ દૈવીશક્તિ, સુખ દાતાનું ભરણુંકરુણા અભય છે વરદાનો , ઉજવો શાન્તી ટાણુંખીલે અવનીએ ભારતીય સંસ્કૃતિ, અમર આશ અજવાળું'આકાશદીપ' વદે પ્રેમ દીવડે, કલ્યાણ જ્યોત જગાવુંનથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહીયારુંરમેશ પટેલ(આકાશદીપ)..
Loading comments…