મન ઉપરતો વળગણોનો ભાર છે,
જિંંદગી વિશ્વાસનો આધાર છે.
ખોજવા નિકળી પડ્યા છે એકલા,
હોસલામાં જોર ભારોભાર છે.
સોચમાં ભાવી પડેલી લાગણી,
ખ્વાબનો ઉંચો ઘણો મિનાર છે.
ચાહના છે આભને આંબી જવા,
મન નવી આશે મઢ્યો આકાર છે.
બસ હવે તો દોડવું ને ભાગવું,
સો ઉધમના આજના સંસ્કાર છે.
સાથ દેવા છે હવે સ્નેહી ઘણા,
લાગણીભીનો મળ્યો સંસાર છે.
સુખથી માસૂમ હવે જીવી જશો,
રોકતો સામે ભલે પડકાર છે
Loading comments…