ભજન દુઃખ ભંજન હોય જી,
ભજન દુઃખ ભંજન હોય…
ભજન ૦...
ભજન તો છે પારસમણિ,
એને અડે એ કંચન હોય…
ભજન ૦...
ભજન તો કરે જીવન સુવાસી,
એને કરે એ ચંદન હોય…
ભજન ૦...
ભજન તો છે ધ્યાન-સમાધિ,
એને કરે એ સંતન હોય…
ભજન ૦...
ભજન તો છે અંત-આરંભી,
'અર્જુન' કે' એ શંકર હોય…
ભજન ૦...
Loading comments…