120Log inSign up
by Jaydip Bharoliyaભવિષ્ય આ છાનું છે
Details

હું પણ હોઈશ જનની, ભવિષ્ય આ છાનું છે

મળે ના મળે આ અવસર, ભવિષ્ય આ છાનું છે


હશે મારી રાહમાં કેટલાંયે દુષ્કર્મીઓ

તેઓથી બચીશ કે નહી? ભવિષ્ય આ છાનું છે


અપહરણનો વિચાર સતત મને સતાવે છે

કુવિચાર તેમના ને તડપીશ હું, ભવિષ્ય આ છાનું છે


શું છે મારી ઔકાત? એતો સમય કરશે નક્કી

ભાગશે દુશ્મન મને જોઈ? ભવિષ્ય આ છાનું છે


બંધ આંખોએ આસું સરે, પણ કેમ?

આ ચિંતા આખરે શેની છે? ભવિષ્ય આ છાનું છે.

Loading comments…