રોજ પાણી મન ભરી જો આપશે,
ઝાડ મોટું થઈને વરસાદ લાવશે.
પંખી કલરવ કરતાં બેસવા આવશે,
એના બચ્ચા કાજે માળા બાંધશે.
ફૂલ જોઈ એના પર, આનંદ આવશે,
મીઠા-મીઠા ફળ એના સૌને ભાવશે.
ધખધખતા ઉનાળામાં છાયો આપશે,
ફળ, ફૂલને બધું જ ઉપયોગમાં આવશે.
છાંયા નીચે બેસવા રાફડો ફાટશે,
'પ્રજ્ઞા' એકદિન સૌ એનું મહત્વ જાણશે.
Loading comments…