ડૉક્ટર પૂજારી છે દવાખાનું મંદિર,
સાજા થાય છે અહીં રોગી ઘણા ગંભીર,
ડૉક્ટરમાં થાય છે મને ભગવાનનાં દર્શન,
એ ભગવાનને કરતો રહું વારંવાર વંદન,
કરીને રોગનું નિદાન કૃપા કરે છે ઘણી મોટી,
આપીને સારવાર ને ભગાડે બીમારી મોટી,
રાત દિવસ મહેનત કરી દૂર કરે છે ઘણું દુઃખ,
મોતના મુખમાંથી ઉગારી,આપે છે મોટું સુખ,
રડતાંને હસતાં કરે પ્રસન્ન થાય છે સ્વજન,
ભગવાન બનીને મરીજને આપે નવજીવન.
Loading comments…