
આજની મારી આ રચનામાં લગ્ન સમયે દીકરીના દિલમાં ઉમળતો ઉમંગ, નાનપણમાં જે ફળિયામાં સખીઓ, નાનકો ભઇલો, નાની બહેના સાથે ખુબ મસ્તી કરી હોય એ ફળિયું છોડવાની વેદના ને જે માં-બાપનાં ખોળામાં ઊછળકૂદ કરી હોય એની આંખોમાં વિદાય સમયની શૂન્યતા... કોઈક દીકરી એવી પણ હોય શકે કે એનું કન્યાદાન એનો સ્વર્ગસ્થ બાપ આભેથી નિહાળતો હોય... તો સામે કોઈક એવો બાપ પણ હોય જે તેની ઓઝલ થયેલ દીકરીના સ્મરણનું કન્યાદાન કરતો હોય... આ જ બધી લાગણી, વેદના, સંવેદના. દીકરીના શબ્દોમાં વર્ણવાનો પ્રયાસ કરી ને જે ઉભરો આવ્યો તે "દીકરી ચાલી"
Loading comments…