120Log inSign up
by Ekta Doshiએ કેવું ?
Details

એ કેવું ?

ક્યારેક હું વિચારું પંખી બની ડાળ પર વસી જાઉં ,

અને એ ડાળ તારી જ બારીએ નમતી હોય તો એ કેવું ?

 

ક્યારેક એ ઈચ્છા થાય કે કોઈ વસ્તુ બની જાઉં ,

અને એ વસ્તુ તારી સૌથી મનગમતી હોય તો એ કેવું?

 

વિચારો તો સાવ અવળચંડા છે, એને બીજે ક્યાંય વાળું શી રીતે?

ક્યારેક થાય કે સ્વપ્નની દુનિયામાં જ રહી જાઉં,

અને એ દુનિયા તારી આંખો માં વસતી હોય તો એ કેવું?

 

 

 

Loading comments…