120Log inSign up
by Dilip Ghaswalaએક વિધુરનું ગીત
Details

ઝીલી રહ્યો છું નિત નવા હું અંદર ઝંઝાવાત, 

તારા વિના દિવસ સૂના ને વિરહી ઊગે રાત.

કરમાયેલા ફૂલ સમી આ બધી વેદના ઝુરે, 

ક્યારે આવે પવન - લ્હેરખી અને ચેતના પૂરે,

મહાકાળનો બની કોળિયો સહયો મેં આઘાત. 

ઝીલી રહ્યો છું...

ઈચ્છાના હિંડોળે ઝૂલવું વસમું લાગે અમને, 

છીનવી લીધી આંખ કનેથી શરમ ન આવી જમને,

અંગ - અંગ ભરખી ગઈ એને પૂરવ જનમની ઘાત.

ઝીલી રહ્યો છું...

Loading comments…