ચાલે તીર તો છાતી ભેદાઈ જાય,
શૂરવીરોમાં જોમ ફેલાઈ જાય,
લીધી છે તલવારને હાથમાં ઢાલ,
દુશ્મનોમાં હાહાકાર ફેલાઈ જાય,
સો મર્દો બરાબર એક મર્દાની હતી,
એ દેશભક્ત ઝાંસીની રાણી હતી,
જોમ નસનસમાં વહેતું હતું,
અંગ્રેજો સામે ખુન્નસ ખોલતુ હતું,
જોજો ખાલી ના જાય એ બલિદાન,
ઝાંસીની રાણીને શત શત પ્રણામ.
Comments
Loading comments…