120Log inSign up
by Khyati Anjariaજીવન એક ગણિત
Details

ગણિત સાચું માંડતા શીખો .

દાખલા સાચા ગણતા શીખો .


જીવન આખું એક કોયડો, ઉકેલ જેનો ભારી ,

કરી ગણતરી ઉંધી જો તે , ખૂટશે જિંદગી સારી .


સરવાળો કરજે હસી ખુશીનો, દુઃખોની બાદબાકી ,

પ્રેમનો ગુણાકાર સદાય કરજે, મનને વિશાળ રાખી .


જયારે મળે નિષ્ફળતા કદાચ, હિમ્મત તું ના હાર,

જીતી જઈશ બાજી આખરમાં, હારનો કર ભાગાકાર.


ગણિતના આ સહેલા નિયમો, ઉકેલ સહેલો બનાવે,

જીવન તારું એક ગણિત છે, તો એમાં શું મૂંઝાયે ?

Loading comments…