જંગલોનો કરી વિનાશ માનવ કેવો મૂંઝાય
આજ ઓક્સિજન માટે કરે રઝળપાટ,
વૃક્ષોની કિંમત આજ માનવને સમજાય
પૃથ્વીને બચાવવા વૃક્ષ જ એક ઉપાય,
જંગલોનો કરી વિનાશ માનવ કેવો મૂંઝાય
ધરતી આજ તપી રહી અગનજ્વાળ
કયાં જઈ રહેવું આજ માનવ મૂંઝાય
જયાં જાય ત્યાં ચારેતરફ હાહાકાર
હવાની કિંમત આજે માનવને સમજાય,
જંગલોનો કરી વિનાશ માનવ કેવો મૂંઝાય
પૃથ્વીને બચાવવા આજ થઈ જાઓ તૈયાર
વૃક્ષો વાવી કરો તેનું જતનને સંવર્ધન
હરીયાળું ગામ ને હરીયાળું હશે ગુજરાત
દિશ કહે બચાવો પૃથ્વી તો બચશે ગોપાળ
જંગલોનો કરી વિનાશ માનવ કેવો મૂંઝાય.
Loading comments…