કે હોળી આવી રે…રમેશ પટેલ(આકાશદીપ)વગડે મહોર્યા કેસુડા ના રંગછાયી મસ્તી મનનેઅંગ .. કે હોળી આવી રેહલકે હલકે ફોરે રે ફોરમ, કે હોળી આવી રે…(2)આવી વસંતની વણઝાર,ઉછળે રંગોના ઉપહારઆજ આવી કા'નાની યાદ.. કે હોળી આવી રેટહુકે કોયલ આંબા ડાળ, વૃક્ષો ઝૂમે મંજરી સાથપુષ્પોના નવલા રુપ રંગ, નવોઢાના ઉરે છલકે ઉમંગ… કે હોળી આવી રેખેતરે મલકે મોંઘા મોલ,ફાગણે વાગે ફાગિયા ઢોલમનમાં ઝૂમેખુશીનાં ગીત આજે ઝૂમે મનના મીત… કે હોળી આવી રેમલકે યૌવન ઊભા બઝાર, ખાશું આજ ધાણી ને ખજૂરઅબીલગુલાલ છાયો રે આકાશ પાપનો થાજો રેભાઈ નાશ … કે હોળી આવી રેરમેશ પટેલ(આકાશદીપ)
Loading comments…