આજ આંખ માં ધસી
આવતા ખુશી ના આંસુ...
સુખ ની એ
ક્ષણોને
કરું છુ યાદ..
અને ચહેરા પર
સ્મિત ટપકી જાય.
મારા શ્ર્વાસ માં
સતત હોય છે તું .
આજ તું પળે પળે
મને જુદો લાગે .
તારા આપેલા સુખ
સાથે જીવતા શીખું.
વારંવાર તારો સુરીલો
સુર સાંભળું.
તારું નામ ચીતરુ મારા
હ્રદય પર.
હંમેશા બાંહો ફેલાવી
મને આવકારે
પણ હું અનાયાસે
સરકી જાઉં.
તારા આલિંગન માં
જે હૂંફ એ
બીજે કયાં મળે?
.
Loading comments…