લખું છું મારાં મનનાં ભાવો અહીં,
છંદને અછાંદસની ચર્ચા છોડો અહીં,
લાગણીઓ મારી ઉતારું છું અહીં,
ગમે છે મને આમ જ લખવું અહીં,
અર્થ બદલાઈ જાય છે જયારે અહીં,
ગમે તો વાંચીને ખુશ થાવ સૌ અહીં,
વિચારો રજૂ કરવાં વાઘાની જરૂર નથી,
છંદોબદ્ધ નાં માળખાં જરૂરી તો નથી,
ભાવના કોરા કાગળ પર લખાય અહીં,
યોગ્ય અયોગ્ય નક્કી કરો તમે સૌ અહીં.
Loading comments…