120Log inSign up
by mansi ambaliyaમેળાપ
Details

તમને આમ જોઈ રણમાં ગુલાબ ખીલ્યું હોય,

સાગર માં પણ હળવું વમળ ફર્યું હોય,

આકાશ જાણે ધરતીને મળ્યું હોય,


ખીલી ઉઠ્યો હોય ચંદ્રમા મનમાં ;

હૃદયની દુનિયામાં જાણે તેજ વિહર્યું હોય,


સ્મિત તારું જોઈ, આજ ગગન ધરાને ચૂમ્યું હોય,

બસ એ જ ક્ષિતિજ એ મારું,

આ મૃગજળ જેવું સ્વપ્ન રચ્યું હોય,


સાગર તો ધરતી પર જ છે સદીઓથી, 

મારા મને તો આજ આકાશ - ધરતીનું મેળાપ થયું હોય !

Loading comments…