મળી આઝાદીને ,જનજન ઉરે આશ જનમીધન ધન અમે માત ગરવી,હવે માને ખોળે,વતન સજવા જાત ધરવીધરા લીલુડી ને,ખળખળ વહેતાં પાક ઝરણાંપળપળ દિલે હેત ભરતાં,અમે ધાશું જોમે,જતન કરવા ભાવિ વરવાંસજાવીશું માને, હર ચમન ફૂલે અમનથીનવયુગે તને કોટિ કરથી,દઈશું સન્માનો, વચન વટ હામે હરખથીઅમે તારા કાજે, વિકટ પથડે જંગ લડશુંધવલ યશથી રંગ ભરશું,ત્રિરંગા ઓ મારા, ફરફર દિલે લાડ કરશુંથઈ ગર્વી ગાશું, અમર લડવૈયા શુભ દિનેગદ ગદ થઈ ભાવ ધરશું,રૂડી આઝાદીનાં, મધુર ફળનાં ભાગ્ય રળશું.
Loading comments…