મને લાગી લગન ચેહર માતની રે,
હૈયામાં વસી મૂરત ચેહર માની રે,
હવે નથી પડી દુનિયાદારીની રે,
મને ચેહરની એવી લગન લાગી રે,
મારે જીવવું ચેહર તારાં ભરોસે રે,
સઘળું છોડીને બેઠાં તારાં વિશ્વાસે રે,
દુનિયા છોને વાતો કરતાં મને નથી પરવા
ગોરના કૂવે રવિવાર પ્રેમથી મારે ભરવા,
ભાવના હવે તો ઉપાધિ સઘળી છોડી રે,
શ્રદ્ધાથી માથું ચેહર ચરણોમાં ઝૂકાવ્યું રે.
Loading comments…