"નથી આવવાનાં તમે એ ખબર છે,
છતાં રાહ જોવી એ હક છે અમારો."
"પ્રણયને સમયનું ન હોયે છે બંધન,
શું આવું ખરે છે કે શક છે અમારો?"
"અમોને તમારી ખરી ખોટ સાલે,
તમોને જરા ક્યાં ફરક છે અમારો."
"છો કારણ તમે ને તમારી મહેર કે,
ચહેરો ઉદાસીથી ઢક છે અમારો."
"કલમનો નથી દોષ ખાલી 'ગરીબ' કે,
શબદ પણ અહિં તો સડક છે અમારો !"
(લગાગા લગાગા લગાગા લગાગા)
Loading comments…