જીવ-જંતુઓ : જોડકણાં ક્રમાંક ૭૯ થી ૧૦૮
(૭૯)
મચ્છર શોધતો ગંદકી,
વિકાસ પામતો તે થકી.
લોહી ચૂસવા રાતે આવે,
મલેરિયા રોગ ફેલાવે.
(૮૦)
વંદો કરાવતો મોટો ફંદો,
દેખાવમાં તો લાગતો ગંદો.
ગંદકી જો નજરે ચડતી,
વંદાની સવારી ત્યાં પહોંચતી.
(૮૧)
તીડ ખેડૂતનો શત્રુ મનાય,
ઊભા પાકને બગાડતું જાય.
આપતું નથી કોઈ એને માન,
છતાંયે ઊડતું ભરીને તાન.
(ક્રમશ:)
Loading comments…