મારા ગામમાં પુષ્કળ વૃક્ષો છે..
ને પાનખરમાં પાંદડાની પથારી થઇ ગઇ છે.
એક જ વાયરાની ફૂંક..
ને કેટલીયે ડાળીઓ વિધવા....
હિમ ગાળતો હિમાળો દૂર બેઠો બેઠો કંઈ કેટલાયને ઉઘાડા પાડે છે.
ને જે ઉઘાડા છે એવા આ રસ્તે પડી રહેનારાઓ ને રહેંસી નાખતો હશે...
કેટલો ક્રુર એ છે કે પછી..
આપણે ક્રુર છીએ ?!
કે એમને રસ્તે પડી રહેવા દઇએ છે - એની દયા પર,
જે બિચારો ફક્ત પોતાનો ધરમ બજાવે છે ને આપણે ચૂકી જઇએ છીએ
આપણો ધરમ બજાવવાનુ?!
Loading comments…