આભ ઉચી નજર અમારી
ને મર્યાદા ઉમ્બરની
રન્ગ નીતરતી આખ છે,
રન્ગોળી મારા ઘર ની
-નાત જાતનો ભેદ નથી,
ભલે હોય રોટલી સુકી,
વાતો અલક-મલકની થાય
કે રાત પડે છે ટુકી,
જીભે અમારી આવકાર
વાતો હોય આદરની
રન્ગ નીતરતી આખ છે,
રન્ગોળી મારા ઘરની..
-બેસવા ખાટલો પાથરણું
પીવા માટલુ પાણી,
મીઠાસ એવી મળે તમને
લાવે અહીયા તાણી,
દુઆ કરો એ ઘણૂ છે,
પરવા નથી અસરની
રન્ગ નીતરતી આખ છે,
રન્ગોળી મારા ઘરની.
-ગામ સીમાડા ખેતર બતાવુ
બતાવુ મન્દીર ખાસ,
ભીતર ત્યારે લાગશે તમને
સારુ થયા ની આશ,
પાદર મેલવા આવીએ ત્યારે,
આખો છલકે અન્દરની
રંગ નીતરતી આંખ છે,
રંગોળી મારા ઘરની.
Loading comments…