રસ્તો નથી તો કેડી કંડારી,
ચાલી નીકળ,
કોઈ સાથ ના આપે તો,
તું જ તારો હમસફર,
બની ને ચાલી નીકળ,
કાંટા, કાંકરા, પથ્થર પણ હશે,
આ ડગર પર લાખો મુશ્કેલી પણ હશે,
પર્વતનો સીનો ફાડી,
તું ચાલી નીકળ,
છેદ થયો હૈયે તો શું થયું ?
વાંસળી બની સરગમના
સાત સૂર રેલાવવા ચાલી નીકળ,
નથી સક્ષમ દોડવા તું,
ડગલાં ભરીને ચાલી જો,
મળી જશે મંઝિલ આમ થાક્યા વગર,
ચાલી નીકળ,
છૂટી ગઈ જે દુનિયા
એનાથી લાખો ગણી સુંદર હશે,
તારી નવી દુનિયા,
તું એના તરફ પ્રયાણ કરવા,
ચાલી નીકળ.
Loading comments…