હું કવિ આજ કવિતા,
લખું તો સારું...
કોઈના દિલની વ્યથા
લખું તો સારૂં...
કોઈના દિલના ઉંડાણને
સમજુતો સારું,
કોઈના સ્પર્શને મહેસૂસ
કરું તો સારું.
કોઈની લાગણીઓના અહેસાસ,
ને જાણું તો સારું.
કોઈની ઉદાસીને પ્રાર્થનાથી તો
સમજુ તો સારું...
બસ એક અંતિમ ઈચ્છાની આશા
કે અંતરથી જાણું તો સારું.
Comments
Loading comments…