120Log inSign up
by Jayshree Soniવરસાદી 'ધીંગાણું'
Details

શેનું દિલ દુઃખાયું છે, આ વરસાદને,

જરા પૂછોને કોઇ, આ વરસાદને..


તાણી જાશે સઘળી બરકત,

જરા રોકોને કોઇ, આ વરસાદને..


આપ્યા'તા ધરતીને કોલ,

જરા યાદ કરાવોને કોઇ, આ વરસાદને..


લીલી ચુનરિયા ઉડી જાશે,

જરાય શરમ છે? આ વરસાદને..


શેને ચડ્યો છે ધીંગાણે?

જરા મનાવોને કોઇ, આ વરસાદને.....!!!

Loading comments…