“રોશની, મારે આ જગત નિહાળવું છે! હું રહું કે ન રહું...” "ના, ના… મૃત શરીરમાંથી એ લોકો આંખો કાઢી લે... કેવું કદરૂપું!” રોશનીએ પોતાને કોઈક કાળી અંધારી ગુફામાં એકલી અટૂલી અનુભવી. સર્વત્ર શૂન્યાવકાશ. બધું જ ભેંકાર... અંબર એ નિર્લેપ આંખોમાં શૂન્યમનસ્કપણે તાકી રહ્યો!
Loading comments…