Loading…

‘પ્રેમ એ પ્રેમ હોય છે. સાચો પ્રેમ, ટ્રૂ લવ, પ્લેટોનિક પ્યાર આ બધી ડાઈલોગબાજીનાં શબ્દો છે. લેખક-કવિઓની કલમની વ્યક્તિગત ઉપજ છે. પ્રેમમાં માત્ર સ્પર્શ, સુગંધ, સ્પંદનનો પ્રતિઘોષ પરસ્પર આપતા-મેળવતા રહેવા જોઈએ. પ્રેમ એ લાગણીનાં એક ઉચ્ચ પ્રકાર સિવાય બીજું કશું જ નથી.' ‘સહાનુભૂતિના સંબંધો વ્યાપારિક ધોરણે ઘણી વખત બહું કામ લાગે છે એ રીતે પ્રેમનાં સંબંધો બધાં ક્ષેત્રે કામ ન પણ લાગે, ત્યાં સેક્સનાં સંબંધો કામ લાગે છે. ખાસ કરીને જવાન સ્ત્રીઓ માટે શરીર અને સેક્સનું જીવલેણ આકર્ષણરૂપી સૌંદર્ય ક્યારેક અભિશાપ તો ક્યારેક અલ્લાઉદ્દીનનો મોંઘેરી ઈચ્છાઓ પૂરી કરતો ચિરાગ બની જાય છે.’
Comments
Loading comments…