
‘સ્ત્રી કેવી હોવી જોઈએ?’ ‘સ્ત્રી પુરુષને કવિ બનાવી દે તેવી હોવી જોઈએ. જેની પાસે રહીને બધી જ ઇન્દ્રિયો અટકી જાય. સમજશક્તિ, તર્કબુધ્ધિ અને જ્ઞાન ઓગળી જવા જોઈએ. મનગમતી માશુકા આંખ સામેના હરેક દૃશ્યમાં છલકાઈ, અતીતના દુ:ખોને ધોઈ નાંખવી જોઈએ. તેની સૂકી આંખોમાં જોઈ ખોળામાં કમજોર બની બધી જ વેદના ઢાળી દેવાનું મન થઈ રડી પડવાની ઈચ્છા થાય તેવી સ્ત્રી મારી પસંદ છે. મારાં આત્માને પ્રેમથી ભીંજવી નાંખે તેવી સ્ત્રી અને ખુલ્લી આંખોના હર ખ્વાબ પૂરા કરી નાંખે તેવી સ્ત્રી. જેના શરીરનો સ્પર્શ બધી જ બનાવટને ઊખેડીને સચ્ચાઈ પ્રસ્તુત કરી દે તેવી સ્ત્રી. જેના વિચારો શરીર અને મન બેફામ બની દિમાગ સાથે ટકરાઈ મર્દાનગી ભડકાવી દે તેવી સ્ત્રી. જેની જિદ પણ પ્રિય થઈ જાય એવી સ્ત્રી. નિર્મળ ખાલીસ પારદર્શક્તા, મૌલિકતા સાથે મન-મર્યાદાની સપાટી પર રહીને સુખેથી ઝઘડી એકબીજાનાં વિરોધને સહજતાથી સ્વીકારી શકે તેવી સ્ત્રી મારી સપનાંની, પરિકથાની રાજકુમારી છે.’
Comments
Loading comments…