
અસ્વસ્થ શિક્ષિકા ભાનમાં આવી ફરી બારી જોઈ બારીની ઉપર ગુજરાતી ભાષામાં લખ્યું હતુંઃ "બસની બારીની બહાર શરીરનું કોઈ અંગ નીકાળવું નહીં." પછી સ્વગત બોલી, "કદાચ આદિત્ય ગુજરાતી ભાષામાં લખેલું આ વિધાન સમજ્યો નહીં હોય ?" અંગ્રેજી મીડિઅમમાં ભણાવતાં શિક્ષિકા બહેને વિચાર્યું કે જો આદિત્યને ગુજરાતી વાંચતા આવડતું હોત તો ?
Loading comments…