120Log inSign up
by Kalpesh Patelવિવેક
Details

હિમાલય ની વાદીઓમાં એક વખત બધા પશુ-પંખી સુમેળથી રહેતા. દરેક સવાર પહાડી ઝરણાંના ઘૂઘરા વહેણ અને પક્ષીઓના મીઠા કલરવથી મઘમઘતી. ખાસ કરીને, કોયલના ટહુકાનો એક આગવો જ માહોલ સર્જતો. આખું જંગલ એના મધુર ગાનમાં તરબોળ થઈ જતું, અને સઘળા આનંદપૂર્વક એના વખાણ કરતા. પણ કાગડાઓના ટોળકીમાં અસંતોષ ભરાયો હતો.


તેઓને પ્રશ્ન સતાવતો—"શા માટે જંગલમાં સૌ કોયલની જ પ્રશંસા કરે છે? શું કાગડાઓનો અવાજ કોઈને ભાવે નહિ?"

કાગડાના સરદારને આ વિચારથી દુઃખ થતું. એક દિવસ, એક લુચ્ચું શિયાળું કાગડાઓની બેઠકો પાસે આવ્યું. તે જાણતું હતું કે સાંકળ તૂટે ત્યાંથી તાણવી, અને જંગલની શાંતિને તોડી નાખવા માટે એ ઉચાપત કરી પહેલેથી જ બેઠું હતું . તેણે કાગડાના સરદારને કહ્યુ: "જો તમે બધા કાગડા એકસાથે સવારમાં કોયલના ટહુકાના સમયે એક સાથે જ ઊંચા અવાજે કા...કા... કરો, તો કોયલનો અવાજ કોઈને સાંભળાશે જ નહિ! લોકો તમારું ગીત સાંભળવા મજબૂર થશે!"

 કાગડાઓએ એ યોજના સ્વીકારી. હવે જ્યારે પણ કોયલ ગાવા માટે મુખ ખોલે, ત્યારે જ કાગડાઓ ટોળે વળી ઉંચા અવાજે કા...કા... કરવાનાં શરૂ કરી દે. આ કાગળોળ એકવાર, બેવાર, અનેકવાર થતી. આ મમત આમજ ચાલતી રહી. ઘીમે ધીમે કોયલોએ કાગડા ઓ ની મૂર્ખતા સામે વિવેક રાખી,ના ટહુકા ઓછા કરી નાખ્યા. આમ લોકોને હવે તેના ટહુકા સાંભળવા મળવા મુશ્કેલ બન્યા . લોકો બોલવા લાગ્યા, "હમણા તો જંગલમાં શાંતિ જ નથી, માત્ર કાં... કાં... કાં નો કકળાટ જ છે!" કોયલ હવે ઓછી ગાવા લાગી, પણ લોકોના દિલમાં એના મધુર સ્વર માટે ઓર તરસ ઊભી થઈ. જંગલના રજા સિંહ પાસે જઈ બધાએ ફરિયાદ કરી, જંગલના અન્ય પક્ષીઓ અને પ્રાણીઓ કાગડાઓના કાગળોળથી કંટાળી ગયા છે . જંગલ ના રાજા સિંહે આરોપી કાગડાઓની તાકીદની સભા બોલાવી અને તીખો સંદેશો આપ્યો:


"મુર્ખાઓ ! શાન માં સમજો તેમાં તમારું ભલું છે, તમે કોયલના અવાજને દબાવી શકશો, પણ તમારું કાં... કાં... સો વરસે પણ મધુર નહિ બની શકે!


કોયલ જ્યારે ગાતી ત્યારે લોકો આનંદથી સાંભળતા. પણ હવે, તમારો કકળાટ સાંભળી લોકો વધુને વધુ કોયલની મધુરતા યાદ કરે છે... અને તમને ધિક્કારે છે!" રાજાની વાત સાંભળી કાગડાઓને સાચી હકીકત સમજાઈ. તેઓ સમજ્યા કે બીજાને દબાવીને પોતાની મહત્તા વધારી શકાય નહીં. અવાજ ઊંચો કરવાથી નહીં, પણ વિવેકી બનાવવાથી જ લોકોના હૃદયમાં સ્થાન મળતું હોય છે. બધા કાગડા ઓ સિંહ નો આભાર માની લુચ્ચા શિયાર ને શોધવા ઉડ્યા અને તેને સિમ માં શોધી ચાંચ મારી ને રમશરણ પહોંચાડી દીધો.


હવે સવારે કોયલ કલરવ કરે અને કાગડા ઓ પણ તેની મજા લેતા થયાં. તેઓને જંગલ ના રજા સિંહે સમજાવ્યુ કે.. "મધુરતા અને સત્ય હંમેશા જીતે છે. બીજાને ખોટી સલાહ આપવી એ ઘાતક છે." તમે કદાચ કોઈકનો અવાજ દબાવી શકો , પણ તેની મધુરતાને તો નહિ ભુલાવી શકો, પોતાની મધુરતા પોતે જ મેળવવી પડે!


વાર્તા નો બોધ :- આ વાર્તા એક મહાન જીવનપાઠ આપે છે – બીજાને દબાવીને નહીં, પણ વિવેક થી જ સત્ય અને સુખ મળી શકે. હંમેશા વિવેક રાખી બીજાની ક્ષમતા ને પ્રાધાન્ય અપાવવું જોઈએ, કારણ કે તે જ અંતે વિજેતા બને છે.

Loading comments…