
‘ડૉક્ટર’ની પદવી જોઈને મારી છાતી ગજગજ ફૂલી રહી. આવા નાટકો અહીં રોજ જ ભજવાતા. હોસ્પિટલરૂપી સ્ટેજ એક જ રહેતું, વાર્તાની થીમ પણ એક જ રહેતી, માત્ર કલાકારો બદલાતા રહેતા... એ પોતાના ખૂંખાર મિજાજમાં આવી રહ્યો હતો. એણે અમારી તરફ કાતર એવી રીતે ગોળ-ગોળ ઘૂમાવી, જાણે હમણાં જ અમારા ગળામાં ઘોંચી દેશે...
Loading comments…