પ્રવાસી યુગલે ઈડલી સંભારનો ઓર્ડર આપ્યો સાથે લિમ્કા અને થમ્સઅપ. બ્રેકફાસ્ટનો સમય હતો. તાજા બનાવેલાં ઈડલી સંભાર સ્વાદિષ્ટ હતા. મજા આવી. નાસ્તો કરીને પૈસા ચૂકવીને, નવી ગાડી માટે ગલ્લે બેઠેલા યુવાનના અભિનંદન લઈને પ્રવાસ આગળ વધ્યો. ‘સુહાના સફર ઔર યે મૌસમ હંસી...’ એક પછી એક સુમધુર ફિલ્મી ગીતો વાગી રહ્યા છે. મોટર થોડી આગળ ચાલી.
Loading comments…