હિમાલય માં ઘણી બધી પ્રજાતિઓ રહે છે તેમાંની એક પ્રજાતિ શિકારી તરીકે ઓળખાતી. આ લોકો જીવ ના જોખમે અલગ અલગ પહાડો પરથી મધ શોધી લાવતા. તેમને વનસ્પતિ નું સાચું અને સારું જ્ઞાન હોવાથી વિવિધ રોગ ની સારવાર માટેના વિવિધ મધ પણ તે લાવી સકતા. આઝાદી પહેલા અંગ્રેજો ને આ પ્રજાતિ ની ખબર પડી અને તેમને રસ પડ્યો. અને એ સમય માં મધ ના સારા પૈસા પણ મળતા પણ પછી દેશ આઝાદ થયો. બધીજ વસ્તુઓ ના ભાવ નક્કી થવા લાગ્યા. કૃત્રિમ મધ સાથે આ જીવ ના જોખમે ભેગું કરેલું મધ સરખાવા લાગ્યું. અને રોજ ના વિસ પચીસ રૂપિયા માટે જીવ સટોસટ ની બાજી લગાવવાનું યોગ્ય ન લાગતા જુવાનિયાઓ યા તો ટુરિસ્ટ ગાઈડ બની ગયા કે પછી કોઈક શહેર માં ચોકીદાર બની ગયા... ....આ વાત ને દસ વરસ વીતી ગયા અને સરહદો પર ચીન ના સૈનિકો પોતાની જગ્યા બનાવતા ગયા. એક દિવસ યુદ્ધ ના નગારા વાગી જ ગયા.
Loading comments…